STORYMIRROR

Anil Dave

Thriller

4  

Anil Dave

Thriller

જોઈ ગયો છું હું

જોઈ ગયો છું હું

1 min
284

આપને આંખોથી ઈશારા કરતાં જોઈ ગયો છું હું,

મને એકી ટસ નજરે નિહાળતાં જોઈ ગયો છું હું.


એકલતા મને ભલે કોરી ખાવા ભલે ને દોડી આવે,

નિરવ રાત્રીને સ્તબ્ધતાથી ડરતાં જોઈ ગયો છું હું.


જમાનો ભલે ને હસે મારા પાગલપનની હરકતથી,

ખુદ જમાનાને છાના ખૂણે રડતાં જોઈ ગયો છું હું.


છટ્ટ!, પ્રેમ-ઈશ્ક-બિશ્કની ડરામણી આપશો નહી,

બેવફા માશુકાના પાણી ઉતરતાં જોઈ ગયો છું હું.


કુકર્મોની નોંધ ઈશ્વર તેના પોથી પુરાણમાં નોંધે છે,

ઈશને જમા-ઉધારની નોંધ લખતાં જોઈ ગયો છું હું.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller