જોગણીનાર માતાજી
જોગણીનાર માતાજી
1 min
39
ભક્તિમાં શક્તિ ભળી, શ્રદ્ધા માની ફળી
કચ્છમાં કૃપા રે કરી
સંઘડવાળી જોગણીની આભા રે મળી....!
ધરાવે શ્રીફળ, છતર...ધૂપ, દીપ, અત્તર
દર્શન કરીને બાલૂડાં બન્યાં છે તરબતર...
હનુમાનજી સોહાય, ગંગાકુંડમાં સૌ ન્હાય
તારા દર્શન કરવાને, સૌ કાલા-ઘેલાં થાય
જોડલાં સંસારી, આવે નર-નારી
માએ અમીદ્રષ્ટિ રે કરી
સંઘડવાળી જોગણીની આભા રે મળી....!
માડી તારો અજવાસ, ઝબકે ધરતી-આકાશ
જોવાને લોકોના ટોળાં, બન્યાં છે મસ્તાન !
મારે આધાર તારો, મારા હૃદયે પધારો
જય-માતાજી છે બસ એક સૌનો નારો !
ભક્તોની માંગણી, તારી મા લાગણી
આજ દિલમાં રે ધરી !
સંઘડવાળી જોગણીની આભા રે મળી.
