જો તું આવે
જો તું આવે
1 min
144
હું સવાલ કરું તું જવાબ લઈને આવે,
હું આન્સરશીટ બનું તું બારકોડ બનીને આવે,
હું કલમ પકડું તું શબ્દો બનીને આવે,
હું ડાયરી બનું તું યાદો બનીને આવે,
હું શ્વાસ ભરું તું ફોરમ બનીને આવે,
હું ધબકારા ગણું તું કેલ્ક્યુલેટર બનીને આવે,
હું વિદ્યાર્થી બનું તું સુપરવાઈઝર બનીને આવે,
હું તારા દિલની ચોરી કરું તું રેડ પાડવા આવે,
હું બેચની શરૂઆત કરું તું લાસ્ટ ડે બનીને આવે,
હું નવા સપનાં લઈને આવું તું એમાં ઉડાન ભરવા આવે.
