STORYMIRROR

Pooja Patel

Others

3  

Pooja Patel

Others

જંક ફૂડ છે શ્રાપ સમાન

જંક ફૂડ છે શ્રાપ સમાન

1 min
180

જંક ફૂડ છે શ્રાપ સમાન

ખવામાં આવે જો અપરંપાર 


ઘરનો નાસ્તો ને ઘરનું જમવાનું

ક્યારેય નો આપે દવાખાનાનું સરનામું


પિઝા ખાવાથી ભૂખ મરી, બીમારી પછી પુન:જન્મી

બર્ગરનાં ઓવર ડોઝ સામે હળદરની ખીચડી ઘટી


મેગી નૂડલ્સ સામે મગની દાળને વાચા ફૂટી

કે આની કરતાં સારી ઘરની તૂટી ફ્રુટી


ઘરની પકોડી, આલુ પરોઠા, રગડા પેટિસ અને સમોસા

ન ભૂલો તમે ખાવાનું ઘરનાં મૈસુર ઢોસા


ખાવાનું મન થાય જો પિઝા તો બનાવો ભાકરી પિત્ઝા

બનાવો ઘરે તળેલા બટેકાના ટુકડા ને બેન કરો ફ્રેંચ ફ્રાઈસના વિઝા


સાબુદાણાના વડા અને સાબુદાણાની ખીચડી,

બનાવો ઘરે સ્વાદિષ્ટ વડાપાવ ને બર્ગરની કરો છુટ્ટી


ઘરે બનાવો મંચુરિયન તો પૈસાની બચત પણ થશે

ઘરથી બીમારી દૂર રહે તો લક્ષ્મી પણ ઘરમાં આવશે


આપડી પાસે છે છપ્પન ભોગ તો એનો સ્વાદ પણ માણીયે

ને કદાચ બીમાર પડીએ તો આયુર્વેદને અપનાવીએ


દૂર કરો જંક ફુડ તો દૂર રહેશે હોસ્પિટલ

ખાવાનું જો મન થાય ચટપટું તો ટ્રાય કરો

ભારતનાં અનેક વ્યંજન પલ પલ


Rate this content
Log in