જિંદગીથી ભાગતા.
જિંદગીથી ભાગતા.
1 min
13.1K
નાતો તમારો કાયમી રસ્તે કપાઈ જાય છે,
ચાલે બધા ટાળી અહીં એવા જ રસ્તે જાય છે.
રસ્તો બધાની જાતમાં એવો છપાઈ જાય છે,
સુખ દુખ પડે કાંટા મળે ના ફિકર એની રાખશો.
કરતા રહો કર્મો સદા ફૂલો છવાઈ જાય છે,
રસ્તો બધાના કરમમા સામેલ પણ થઈ જાય છે.
જાણે નસીબે ભાગ પણ એના લખાઈ જાય છે,
સારા વિચારો હોય તો કરમો બધા સારા થશે.
ખોટું વિચાર્યુ કોઈનું જાતે કટાઈ જાય છે,
ખોયુ ગુમાવ્યું જિંદગી મા કેટલું સાચું તમે.
રોજે બધી એ ખેપની સાચી ખરાઈ થાય છે,
દર્પણ બનીને જાતને દેખાડતો રસ્તો સદા,
રસ્તો તમારી જાત સાથે ઓળખાઈ જાય છે.