Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

જિંદગીની ચોપાટ

જિંદગીની ચોપાટ

1 min
8.6K


આ વાદળો ઘેરાયા આકાશમાં

ને આંખોથી તો હું વરસ્યો છું

સમંદર ખુદ મૃગજળનો થઈને

અંતે તો બસ તરસ્યો જ છુ


વેર વિખેર વ્યથાઓને હૃદયના

ખૂણે ભેગી કરી લીધી તો

શબ્દોમાં ઘૂંટાઈ ઘૂંટાઈને

હવે પ્રેમ પક્તિઓમાં ગૂંથાયો છું


અફસોસ દુન્યવી દુશ્મનોનાં

દગાનો લગીરે નથી મુજને

પણ સ્વજનોના સહવાસથી

ખૂબ જ સારી રીતે ઘવાયો છું


આ ધરા-આકાશનાં મિલનમાં

ફૂટી'તી એક ખુશીની અટકળ

હર વખત મંઝીલની ક્ષિતિજે જઈ

બસ આમજ છેતરાયો છું


જિંદગીની આ ચોપાટમાં

ધર્મરાજ યુધિષ્ઠિરની માફક જ

જીતની લાલચમાં હું ખુદને

દ્રૌપદી બનાવીને પસ્તાયો છું


દીપક તો પ્રગટાવી દીધા

આ વહેતી હવાઓના ભરોસે ને

એ જ હવાઓ હવે ગતિમાન થઇ

તો હું જ હવે મૂંઝાયો છું


"પરમ" લાગણીઓના ચક્રવ્યૂહમાં

અભિમન્યુની જેમ જ

"પાગલ" મુક્તિની અભિલાષાની

આંધીઓમાં અટવાયો છું


Rate this content
Log in