STORYMIRROR

chauhan nikhil

Others

4  

chauhan nikhil

Others

જિંદગી તને મારી જોડે ફાવતું નથી

જિંદગી તને મારી જોડે ફાવતું નથી

1 min
204

મને લાગે છે જિંદગી તને મારી જોડે ફાવતું નથી,

એવી કોઈ પળ નથી જ્યારે તું મને સતાવતી નથી,


ડગલે ને પગલે નવા અનુભવો કરાવતાં તું થાકતી નથી,

ઘણી વાર તો લાગે છે કે મારા જીવનમાં શાંતિ નથી,


તરસ ખાવાને બદલે તું મારા પર હસતાં થાકતી નથી,

જાણવા છતાં સરળ રસ્તો તું કોઈ દિ બતાવતી નથી


કહેવું તો ઘણું છે પણ તું કોઈને સમજાવા દેતી નથી,

અત્યાર સુધીની ખોટો નો હિસાબ કરવા દેતી નથી.


છોડી ગયા છે જે મુજને એને ભૂલવા પણ તું દેતી નથી,

વિશ્વાસ કરું અન્ય પર એવી સ્થિતિ તું ઉદભવા દેતી નથી,


એ જિંદગી ચાલ સમજોતો કરી લઈએ, હવે કશું નથી,

આપી શકું તને એવી કિંમતી કોઈ વસ્તુ નથી,


નથી જોઈતું કશું તારા પાસે, કોઈ ઈચ્છા હવે રહી નથી,

ખુશ રહું ખુદથી એના સિવાય મારી કોઈ દરખાસ્ત નથી.


Rate this content
Log in