મને કોઈ સમજી ના શક્યું
મને કોઈ સમજી ના શક્યું
હજી પણ મને કોઈ સમજી ના શક્યું,
પોતાનું મુજને કોઈ બનાવી ના શક્યું,
મીટ માંડી હતી જેના પર,
તુચ્છકારી દીધો એણે પણ,
દુનિયાની રિવાયત એ સમજી ના શક્યું,
હજી પણ મને કોઈ સમજી ના શક્યું,
ખોળતો રહ્યો એમને જે સમજી શકે મુજને,
સમય સાથે આશાઓ એ નિરાશ કર્યો મુજને,
મનની એ પ્યાસ કોઈ બુઝાવી ના શક્યું,
હજી પણ મને કોઈ સમજી ના શક્યું,
આશાઓ પર એમની હું ખરો ઉતરી ના શક્યો,
પ્રેમને હવસ ને હવસને પ્રેમ બનાવી ના શક્યો,
સીધી ગણતરી કોઈ કરી ના શક્યું,
હજી પણ મને કોઈ સમજી ના શક્યું,
મારે શું કરવું છે ? મારે શું બનવું છે ?
એ કોઈ મને પૂછી ના શક્યું,
જવાબદારીનો બોજ મારા ઉપરથી કોઈ ઉતારી ના શક્યું,
'ઉફ' પણ મોંમાંથી નીકળી ના શક્યું,
હજી પણ મને કોઈ સમજી ના શક્યું !
ડાયરીઓના પાના પર ધૂળ જામી ગઈ,
કલમોની શાહી પણ જામી ગઈ,
શબ્દોના બંધ ને કોઈ તોડી ના શક્યું,
હજી પણ મને કોઈ સમજી ના શક્યું !
