ખુશનસીબ
ખુશનસીબ
1 min
195
કેવી રીતે સમજાવું તને હું,
મારા માટે કેટલી તું ખાસ છે,
જોયેલું માત્ર એક જ સપનું,
પૂરું ન થયું એ જ સંતાપ છે,
યાદ નથી હવે કેટલા થયાં,
તને જોયાને હવે વર્ષો થયાં,
આંખોના નીર પણ પૂરા થયાં,
યાદોનાં વહેણ અતિ ઊંડા થયાં,
અમે તો હતા ન હતા થયાં,
કેવી રીતે તેઓ તમારા થયાં,
ખુદ ને પણ ગુમાવી દીધો મે,
છેલ્લા શ્વાસ પણ તમારા થયાં,
નસીબવાળા છે જે તમારા થયાંં,
અમે તો પ્રેમી એકતરફી જ રહ્યા.
