જિંદગી એક પ્રહર
જિંદગી એક પ્રહર
1 min
28.3K
અહર્નિશના પ્રહર સમ ગણાય છે જિંદગી,
બદલાતા સમયે વળી બદલાય છે જિંદગી.
પ્રત્યેક પ્રહરને હોય છે ગરિમા પોતપોતાની,
અનુકૂલનની આદતથી સમજાય છે જિંદગી.
હોય છે કામ પ્રહરને અનુરુપ કરવાનાં સૌએ,
અવસ્થા આગમને એ ફાળવાય છે જિંદગી.
બદલાય છે રાગ સંગીતના પ્રહર પામી જઈ,
પરિવર્તનના પયગામથી સજાવાય છે જિંદગી.
ધોરણ તાલમેલનાં પ્રહરે દ્રષ્ટિગોચર થનારાં,
નદી નાવ સંજોગ કદી વીતી જાય છે જિંદગી.
