STORYMIRROR

HARSHA MAHESHVARI

Others

4  

HARSHA MAHESHVARI

Others

જીવનરૂપી સાગર

જીવનરૂપી સાગર

1 min
209

રોજ રોજ વલોવું છુ, 

આ જીવનરૂપી સાગરને, 

ફક્ત એક આશથી, 

કઈક મોતી જેવો,

કઈક છીપલા જેવો,

કઈક શંખ જેવો,

પદાર્થ મળી જશે.


ફરી એકવાર મોતી ચરવાને બહાને, 

કોઈ પરમહંસ મને મળી જશે, 

અને ખરબચડા રસ્તાનો,

મારો પથદર્શક બની જશે.

 

રોજ રોજ વલોવું છુ 

આ જીવનરૂપી સાગરને, 

ફક્ત એક આશથી કે, 

કઈક રત્ન જેવો, 

કઈક અમૃત જેવો, 

કઈક ઝેર જેવો, 

પદાર્થ મળી જશે.

 

ફરી એકવાર 

ઝેર પીવાને બહાને 

કોઈ શંકર મને મળી જશે 

અને આ ભવનો ફેરો,

સાર્થક બની જશે. 


Rate this content
Log in