STORYMIRROR

Dr.Chintankumar p. Pandya

Others

5.0  

Dr.Chintankumar p. Pandya

Others

જીવનચક્ર

જીવનચક્ર

1 min
13.3K


અશ્વ દોડે ઇચ્છાઓનો,

રોક્યો ના રોકાય.

સમાધિની દશા વચ્ચે પણ,

ચહલપહલ થાય.


પરોવેલ માળા એકસુત્રથી,

ક્ષણિક વાર જોડાય.

ફેરવવાની ચાલુ કરતા જ,

પળમાં તુટી જાય.


ફરી, ફસાવાય એજ ચક્રમાં,

મહા-મહેનતે નીકળાય.

ચાલું થાય બધું નવેસરથી,

જુનુું પાણીમાં જાય.


ના મારી ના તારી ઘટના,

સહુને આવું થાય.

આવા આંટાફેરાઓમાં આખું,

જીવતર વીતી જાય.


Rate this content
Log in