જીવન
જીવન
1 min
23.5K
યાદ નથી ક્યારે થયું'તું શરુ જીવન
મથતા રહ્યાં હતાં જીવવા આજીવન
ખબર નથી ભાઈ ક્યારે આવશે અંત
જીવે એમ જાણી કે છે જીવન અનંત
શિયાળે ઝંખે ગરમી હોય બહુ સારું
ઉનાળે પછી જૂની વાત જરા વિસારું
કંટાળે વરસાદથી બિચારો ચોમાસે
રડે દુકાળ પડ્યે જયારે બારેય માસે
રાત પડે ને ઝંખે દિવસ ક્યારે થાય
દિવસે સ્વપ્ન જૂએ રાત પડે સુવાય
ગડમથલમાં પૂરી થઇ જાય જિંદગી
એદી બનીને સૂતાં કર્યે રાખી બંદગી
યાદ નથી ક્યારે થયું'તું શરુ જીવન
ખબર પડતી નથી પૂરું ક્યારે જીવન.