STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Others

જીવન એક રેલ

જીવન એક રેલ

1 min
241

રસ્તા અને આ મુસાફર,

માધ્યમ જુઓ અવનવા,

ગોતે છે મંઝિલ માણસો,

ખોળે છે રસ્તા અવનવાં,


આગંતુક મંઝિલ પામવાં,

ભટકે દિ'ને રાત,

રસ્તા અને માધ્યમો,

રઝળપાટ દિ'ને રાત,


ન જતી ક્યાંય મંઝિલ,

ન જતાં ક્યાંય માધ્યમો,

બોજ ઉપાડતી રેલગાડી,

ભટકે દિ'ને રાત,


જીવન એક પાટા,

જિંદગી એક રેલ,

કોને ક્યાં જવું?

બધાને અનોખો મેળ !


Rate this content
Log in