STORYMIRROR

Jashubhai Patel

3  

Jashubhai Patel

જીંદગી

જીંદગી

1 min
13.5K


મોબાઇલમાં છે મસ્ત, કેવું હસતી જીંદગી,

વોટ્સઅપમાં છે વ્યસ્ત, કેવી વહેતી જીંદગી,


અરીસો જોવાનો સમય હવે ક્યાં છે કોઇને,

ફેસબુકમાં જ હવે તો, ફેસને જોતી જીંદગી,


સવારથી સાંજ લગી ને વળી આખો દિવસ,

ઇન્ટરનેટમાં આમ જ અટવાતી રહેતી જીંદગી,


સગાવહાલા, સમાજ, મિત્રૌ સૌ ગયા છે છૂટી,

આમ રહે છે હવે તો એકલી અટૂલી જીંદગી,


પત્ની, બાળકો, કુટુંબ માટે સમય નથી 'જશ',

ખોટું દોડી દોડીને હવે, કેટલું હાંફતી જીંદગી.


Rate this content
Log in