જીંદગી જબરી.
જીંદગી જબરી.

1 min

268
જિંદગી જબરી છેતરે છે,
ફૂંક મારી મારીને વેતરે છે,
સપનાઓને બાજુએ મૂકી,
નકામા કામોએ જોતરે છે,
માંડ દફન કર્યા હોય ત્યાં,
યાદો આવીને ખોતરે છે,
સાવ ભુલાયેલા ભીતરે,
કાઢી કાઢીને નોતરે છે,
જાણ્યા અજાણ્યા સઘળાય,
સંબંધ ક્યાં બાપ ગોતરે છે ?
એમાંય જીવી લઈએ થોડુક,
છેવટે તો એકજ મોત રે છે.