ઝરુખે પ્રિતમ
ઝરુખે પ્રિતમ
1 min
878
આતમ ઝરુખે પ્રિતમ બીરાજે,
મન હઠીલું દ્વાર ના ખોલે,
રાતરાણી મોસમ મહેકાવે,
પ્રિતમ આવો ઓરા,
હું અબુધ દ્વાર ખખડાવવુ,
સ્વપ્નમાં સુઈ સુઈ જાગું,
જીવન મહેલે સ્થાન કીધું,
હરિવર આવો ઓરા,
મેં તો વ્હાલ કીધું,
ચરણોમાં વંદન કીધું,
મન ઝરુખે પ્રિતમ દીઠું,
હરિવર કરો હવે તેડાં,
જીવ મુજને હરી ગયો,
મોહ મહેલ છોડી ગયો,
મન ઝરુખે એકલ થઈ ગયો
હરિવર મુજને વરી ગયો.
