ઝાકળ
ઝાકળ
1 min
349
સવારના ઝાકળ જેવી,
જરીક અમથી જિંદગી,
એમાં જરીક જીવી લવ,
બાજુ પર મૂકી બંદગી,
સુખ દુઃખ કે પાપ પુણ્ય,
નાખી કૂવે, કરું છું શૂન્ય,
ધરમ અધરમની શરમ,
નાખી ચૂલે, કરું છું કરમ,
પ્રભુ હવે નહિ હોય નક્કી,
મંદિર, મસ્જિદ કે દેવળમાં,
પ્રભુ હશે ક્યાંક એ નક્કી,
સચરાચર શાંત સકળમાં.
