STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

ઈસુની યાદ.

ઈસુની યાદ.

1 min
26.7K


ઈસુ તમારી યાદ આવી નાતાલના તહેવારે.

ઈસુ તમારી યાદ આવી પ્રેમપૂર્ણ વ્યવહારે.

ક્ષમા બક્ષી દીધી જેણે હતા જે જડનારા, 

ઈસુ તમારી યાદ આવી ઔદાર્યના આચારે.

હતી એ કુરબાની સત્ય પ્રકાશતાં સંસારે,

ઈસુ તમારી યાદ આવી પ્રેમસંદેશ વિચારે.

સહિષ્ણુતા તમારી રહી જગથી જે ન્યારી,

ઈસુ તમારી યાદ આવી સહનશીલતા પ્રચારે.

કીધો જન્મ સફળ તમે મરિયમ કૂખે અવતરી,

ઈસુ તમારી યાદ આવી વધસ્થંભના આકારે.


Rate this content
Log in