ઈશ્વરની જાદુઈ છડી
ઈશ્વરની જાદુઈ છડી
ઈશ્વરે એવી ઘુમાવી જાદુઈ છડી એક...
કર્યું સૃષ્ટિનું સર્જન, કરી આ દુનિયાની રચનાં
કેવી સુંદર નદીની રચના, વહે સમુંદરને મળવા,
એથીય વિશેષ ખળખળ વહેતું ઝરણું છે સુંદર.
ઈશ્વરે એવી ઘુમાવી જાદુઈ છડી એક...
કર્યું માનવીનું સર્જન, જગને ચાલવા છે જરૂર,
કેવી સુંદર માની રચના કરી, મમતાનો છે દરિયો,
એથીય વિશેષ એક પિતાનું પાત્ર છે અણમોલ,
ઈશ્વરે એવી ઘુમાવી જાદુઈ છડી એક...
સર્જ્યું ઉપર વિશાળ નભને એમાં ટમટમતાં તારા,
નીચે લીલીછમ ચાદર ઓઢી કેવી સુંદર છે ધરતી,
એથીય વિશેષ ગ્રહોમાં લાગે પૃથ્વીનું સુંદર સર્જન,
ઈશ્વરે એવી ઘુમાવી જાદુઈ છડી એક...
પશુ - પંખીને નાના-નાના જીવજંતુઓનું સર્જન
તો કેટલાય મહાકાય પ્રાણીઓનું છે આ જગત
એથીય વિશેષ લુપ્ત થયેલા ડાયનોસોરની ભૂમિ,
ઈશ્વરે એવી ઘુમાવી જાદુઈ છડી એક...
કેવી હશે તંત્ર - મંત્ર વિદ્યા ભગવાનની પાસે એ
વિચારી-વિચારીને વર્ષો વિસરે પણ ન મળે ઉકેલ,
એથીય વિશેષ કેવી રીતે કર્યું હશે આ સર્જન ?
ઈશ્વરે એવી ઘુમાવી જાદુઈ છડી એક...
સાચો જાદુગર છે ઈશ્વર જે સૃષ્ટિનો સર્જનહાર,
કર્યું સુંદર સર્જન દુનિયાનું આપ્યો માનવ અવતાર,
એથીય વિશેષ અદ્ભુત કલ્પના જગની "પ્રવાહ".
