STORYMIRROR

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ઈબાદત

ઈબાદત

1 min
13.8K


કદી આમ આંખો હસી છે તમારી ,

હદયમાં અમારા છબી છે તમારી .

નિહાળું તમોને જગતના ચમનમાં ,

નયનમાં મુરત તો વસી છે તમારી .

હદયના બગીચે ખિલે ફુલ અજાણ્યા ,

નવી એક વેલી ઉગી છે તમારી .

તમોને અમારા હદયનાથ માની ,

ગળે એક માળા ધરી છે તમારી .

ભલે સૌ કરે વાત મનફાવતી 'જશ' ,

અમે તો ઇબાદત કરી છે તમારી .


Rate this content
Log in