હવે પાછું નાના થઉં છે
હવે પાછું નાના થઉં છે
1 min
135
બઉ થઈ ગયા મોટા હવે પાછું નાના થઉં છે,
મોબાઈલ ગેમ છોડી ફરી માટીમાં રમવું છે.
ગઈ કાલની વાત ભૂલી શાંતિથી સૂવું છે,
આવતી કાલની ચિંતા છોડી મસ્ત ઉઠવું છે.
લોકોની શરમ છોડી ફરી ધમાલ કરવી છે,
ચાર મિત્રોને લઇ-જઇ ક્યાંક ફરી બબાલ કરવી છે.
ટોળું વાળી ફરી મોડે સુધી વાત કરવી છે,
દુનિયાની માયા છોડી ફરી ક્યાંક દોડ કરવી છે.
કોઈ ના શોધી શકે એવું ક્યાંક સંતાઈ જવું છે,
થઈ જાય કોઈ ચમત્કાર અને મારે નાનુજ રેહવું છે.
