STORYMIRROR

Neha Desai

Others

3  

Neha Desai

Others

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !

1 min
22

ભૂલીને, ક્રિકેટ અને વોલિબોલ,

ટ્રેડમિલ પર, ચાલતા થઈ ગયાં !

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !


ભૂલીને, પાસ્તા અને પીઝા,

શીરો અને ગોળપાપડી, ખાતાં થઈ ગયાં,

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !


ભૂલીને, શાળા અને પાઠ્ય પુસ્તકો,

ઓનલાઈન, આજ ભણતાં થઈ ગયાં,

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !


ભૂલીને, ટોળટપ્પાં અને રખડપટ્ટી,

વિડિયો કોલ અને ફેઈસટાઈમથી, મળતાં થઈ ગયાં,

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !


ભૂલીને, દોડાદોડ જિંદગીની,

આજ, સોશિયલ ડીસ્ટન્ટીંગ, રાખી ચાલતાં થઈ ગયાં,

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !


ભૂલીને, આળસ અને પ્રમાદ,

'ચાહત'થી સ્વાવલંબી, બનતાં થઈ ગયાં,

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !


ભૂલીને, મોજમઝા યુવાનીની,

આજ, કોરોનાથી ડરીને, ઘરમાં રહેતાં થઈ ગયાં,

હવે અમે, આમ જીવતાં શીખી ગયાં !


Rate this content
Log in