હું સુંવાળો પ્યાર છું
હું સુંવાળો પ્યાર છું
1 min
15
આમ તો મસ્તીમાં મદમસ્ત હું સુંવાળો પ્યાર છું,
પણ, ભીતરથી ખોતરેલા ડુંગરાનો ભાર છું.
સ્નેહથી સીંચી શકો તો સ્મિતનો અહેસાસ છું,
પણ, દુઃખમાં તો પાંડવોનો હારેલો જુગાર છું,
ખુલ્લા દિલેથી જો મળો તો ભાવનો ઉદ્યાન છું,
પણ, રાખો કદી કોઈ ડાઘ તો હુંય પછી વ્યવહાર છું,
ફૂલ સઘળા જો મળે તો રંગોનો ગુલઝાર છું,
પણ, પથ્થરોના વેર સામે હું ખડગ-તલવાર છું,
જો પ્રેમના બે શબ્દ કોઈ હોઠથી આવી વહે,
તો હુંય પ્રણયમાં પલળતો એમનો પરિવાર છું.