હું નહીં આવું
હું નહીં આવું
1 min
417
ભગવાન !
તને ઈચ્છા થાય,
તો હવે તું આય,
બાકી હવે હું નહીં આવું,
અગરબત્તી,દીવો,
ધૂપ કે ફૂલની માળા,
હવે હું નહીં લાવું,
મજાના ગીતો,
ભજનો કે ધૂનો,
આરતી હું નહીં ગવડાવું,
ખીર, લાડવાં,
શીરો,પેડાં,
પ્રસાદ હું નહીં ધરાવું,
ભગવાન !
તને ઈચ્છા થાય,
તો હવે તું આય,
બાકી હવે હું નહીં આવું !
