હું દરજી
હું દરજી
1 min
143
ઉભા ઉભા કાપવાનું,
ને બેઠા બેઠા સિવવાનું,
હું દરજી,
મારે તો આમ જીવવાનું,
કોઈ આવે તો,
માપ લેવાનુ,
કાપડ કાપી,
કાગળે ચોંટાડી,
બીલ બનાવી દેવાનું,
હું દરજી,
મારેતો આમ જીવવાનું,
માપ બરાબર,
નજર સમક્ષ રાખવાનું,
બે વાર માપવાનું,
પછી કાતરથી કાપવાનું,
કામ કરતાં કરતાં,
જિંદગીમાં જીતવાનું,
હું દરજી,
મારેતો આમ જીવવાનું,
કફ કોલર ચોંટાડી,
રંગ મુજબ દોરા લઈને,
પછી સંચા પર બેસવાનું,
કોઈ અઠંગ કલાકાર માફક,
માપ ધ્યાને રાખવાનું,
હું દરજી,
મારેતો આમ જીવવાનું.
સર્પાકાર રસ્તે ચાલવાનું,
શ્રેષ્ઠ સિવી દેવાનુ,
હું દરજી,
મારેતો આમ જીવવાનું.
