હું છું !
હું છું !
1 min
47
શબ્દોમાં હું, હજુ સિમિત છું,
કલ્પનામાં હું, ગુણાતીત છું !
વ્યક્તિતવમાં શરમાળ છું,
સ્વભાવમાં, ખુશમિજાજ છું !
લાગણીથી હું, ભરપૂર છું,
નફરતથી હું, ખુબ દુર છું !
જીવનનું, સુરીલું ગીત છું,
બેસૂરા લોકોથી, હું દુર છું !
મેઘધનુનો હું, એક રંગ છું,
કાળાશથી હું, ખુબ તંગ છું !
અનામી લોકોથી હું, દુર છું,
નામ એક, વ્યાખ્યા અનેક છું !