STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હું ભૂખી નથી

હું ભૂખી નથી

1 min
165

હું કંઈ ભૂખી નથી રે, હું કંઈ તરસી નથી રે,

હું તો છું, આત્મ સંતોષી રે,

માટે નાહક ના સમજો ખરૂં ખોટું રે,

ખોટી વાતો કરીને નિંદારસ ના કરો રે.


હું કંઈ જમવાની ભૂખી નથી રે,

હું કંઈ ચા, કોફીની તરસી નથી રે,

હું તો છું હૈયાનાં આવકારની ભૂખી રે..


હું કંઈ મફતનું લેતી નથી રે,

હું કંઈ ભેટ સોગાદોની મોહતાજ નથી રે,

હું તો છું માનની ભૂખી રે,

આ સમજો તો સારી વાત છે રે.


હું ક્યાંય રૂપિયા બાકી રાખતી નથી રે,

હું કયારે કશું ભૂલતી નથી રે,

હું તો તમારાં વ્યવહારનો પડઘો પાડતી રે,

હું તો છું વિનુભાઈની સ્વમાની દીકરી રે.


સામગ્રીને રેટ આપો
લોગિન