હું અને તું
હું અને તું
1 min
301
હું અને તું એકબીજામાં રહીયે
હું તારામાં અને તું મારામાં
હું ખળ ખળવહેતી નદી
ને તું સમંદર મારો
હું ફૂલ ને તું
મહેકતી ખુશ્બુ મારી
હું હદય ને તું
ધડકન મારી
હું આકાશ ને તું
ચમકતો ચાંદ મારો
હું સોનેરી કિરણ ને તું
ઝગમગતો સૂરજ મારો
તારી સાથે ઊગુ ને
તારી સાથે અસ્ત થાઉં
એકબીજાનો હાથ
અને સાથ આપતા રહીએ
એકમેકને ગમતા રહીયે
એકમેકમાં ઓગળતા રહીયે
જીવનનો જશ્ન મનાવતા રહીયે
