Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

હુકમ

હુકમ

1 min
240


ભીતરના ઝનૂનનો એક હુકમ છે આ શબ્દો મારા,
અમાસે પણ ચમકતી પૂનમ છે આ શબ્દો મારા !

પ્રયાસ તો હોય છે સદાયે સૌનો સ્નેહ મેળવવાનો,
છતાં પણ કોઈક માટે જુલમ છે આ શબ્દો મારા !

ને ચડે કેફ જો મારી કવિતાનો ગાંજો પીધા પછી,
તો અલગારીની સળગતી ચલમ છે આ શબ્દો મારા !

એ ભલેને ગમે તેવા ઝખ્મો આપે મને અનુરાગથી,
મારા માટે તો હકીમનો મલમ છે આ શબ્દો મારા !

ધાર્મિકતાનો અંચળો ઓઢીને ફરતા ઢોંગીઓ માટે,
ભરેલી બંદૂકવાળી દેવી ફુલન છે આ શબ્દો મારા !

ડહોળાય જાય જ્યારે વાતાવરણ વ્હાલપનું,
એ સમયે અંતરનું અનુકૂલન છે એ શબ્દો મારા !

જર્જરિત થયેલી પરંપરાને ધ્વસ્ત કરવા માટે,
નવસર્જન થાય એવો ભૂકંપ છે આ શબ્દો મારા !

'પરમ' તારા હુકમ સિવાય ક્યાં કદી લખાય છે,
તેથી મારા 'પાગલ'પનનું શુકન છે આ શબ્દો મારા !


Rate this content
Log in