હરિનું લેજો નામ
હરિનું લેજો નામ
1 min
501
હરિનું લેજો નામ સૌએ હરિનું લેજો નામ,
કરતાં બીજાં કામ, સૌએ હરિનું લેજો નામ.
અનંત કે’જો, કૃષ્ણ કહેજો, વૈકુંઠ પતિ નામ
મુકુંદ કે’જો, ગોવિંદ કહી, ગાજો સૌ ગુણગાન...સૌએ હરિનું.
દામોદર ને માધવ કે’જો, હરિ ને વિભુનું નામ,
હરતા-ફરતાં કૈં કૈં કરતાં, ધરજો પ્રભુનું ધ્યાન...સૌએ હરિનું.
મનુષ્યમાં છે શક્તિ ઘણીયે, લેવા પ્રભુનું નામ,
પ્રેમ કરીને તો પણ ના લે, માયાનો શું પ્રભાવ...સૌએ હરિનું.
