STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

હરિને આમંત્રણ.

હરિને આમંત્રણ.

1 min
13.8K


પ્રગટાવી ઉરે લાગણી અપાર હરિ તું આવજે.
એમાં જ સાંપડશે જીવનસાર હરિ તું  આવજે.

અપરાધોની વણજાર મુજ વર્તને હશે દેખાતી, 
ભૂલી જવાનો રાખીને આચાર હરિ તું આવજે.

સ્વારથરત દુનિયામાં જીવનારો આખરે હરિ હું! 
કરીને પરિસ્થિતિનો તું વિચાર હરિ તું આવજે. 

માયાગ્રસ્ત માનવી મબલખ મૂંઝાયો મનભરીને, 
ના જોઈશ તું દોષમાત્ર લગાર હરિ તું આવજે. 

કેટકેટલી વિટંબણાઓ વિઠ્ઠલ વ્યવહારમાં વસે,
સાંભળી લાગણીસભર ઉચ્ચાર હરિ તું આવજે. 

ચૈતન્ય જોષી પોરબંદર. 


Rate this content
Log in