હરિ
હરિ


બંધ થાય આંખો ને,
પાંપણ જાગે ત્યારે,
મને એવું લાગે,
જગત નાં જગદીશની,
જાદુગરી રાચે છે.
પ્રેમ પ્રભુ બની નાચે,
ત્યારે મને એવું લાગે,
હરિ હર હૈયામાં વ્યાપે.
પ્રેમ પ્રેમ જ વરસાવે,
જગદીશ, જનની ને જીગર.
"જયા"ત્યારે એવું લાગે,
દયા નાં રૂપમાં ઈશ્વર બિરાજે.
✍️જયા.જાની.તળાજા. "જીયા"