હરિ!
હરિ!
1 min
255
હોય કૃપાદ્રષ્ટિ જરા તો આવે કદી આમજ મળવા હરિ,
બેસે બસ ઘડી બેઘડી વાત મારા હૈયાની સંભાળવા હરિ,
શું કહેવું ને શું પૂછવું એ કાંઇ જ તૈયારી મેતો ક્યાં કરી,
બસ નજર ભરી નિહાળી લઉં ને જાઉ આ ભવ તરી,
કરવા સત્કર્મ જ આ જીવનમાં એ વાત કદી ન વિસરી,
નથી કોઈ શંકા એમા મળ્યું જે કાંઇ ફ્ળ એ કર્મ કરી,
વલોવાઈ રહ્યુ આ અંતર હવે જીવન તણાં વલોણા થકી,
તારવી લેજે તું મહિ માફક તારું શરણું દેજે હરિ.
