STORYMIRROR

Chaitanya Joshi

Others

0  

Chaitanya Joshi

Others

હરિ હું માગું.

હરિ હું માગું.

1 min
421


ઉઘડતી આંખે દર્શન તારાં થાય હરિ હું માગું. 

કાને નામ તારું સદા સંભળાય હરિ હું માગું. 

શ્વાસ સરગમ આવનજાવન તારા નામે થાય,

ચરણ તારાં જ કામે ચાલી જાય હરિ હું માગું. 

મનમંદિરે માધવ બિરાજે વિષય વાસના છૂટે, 

દીનદુઃખીયાંની સેવા કરું સદાય હરિ હું માગું. 

તારા ચહેરે હોય પ્રસન્નતા મારાં કર્તવ્યો દેખી ,

ના રહે ફરિયાદ પછી મારી કાંઈ હરિ હું માગું. 

થાય સફળ માનવજન્મ તારી કૃપાદ્રષ્ટિ થકી,

નજર મારાં કદમ ઉપર મંડરાય હરિ હું માગું .


Rate this content
Log in