હરિ હરિ
હરિ હરિ
1 min
27.5K
કથા સાંભળીને કહી દીધું હરિ હરિ.
કથામૃત માત્ર કાને જ પીધું હરિ હરિ.
રોજેરોજ સાંભળવાનો ક્રમ અમારો,
નીકળ્યું બીજા કાનેથી સીધું હરિ હરિ.
ના ઊતરી લેશમાત્ર વ્યવહારમાં કદી,
મહારાજને પરત કર્યું બધું હરિ હરિ.
અનેક અંતરાયો મારે ઘરસંસારના,
હું ધર્મમાં આગળ કેમ વધું હરિ હરિ.
વ્યાસ શું જાણે વેદના અમ જેવાની,
હાથ જોડાવતી છે પુત્રવધૂ હરિ હરિ.
