હરિ આગમન.
હરિ આગમન.
1 min
26.4K
આજ નયન નયનમાં જઈને સમાયાં હરિ આવોને.
સન્મુખ પરમ પરખીને વળી પુલકાયાં હરિ આવોને.
આજ ગાગર સાગરને મળવાને હાલી હરખઘેલી,
નરસી મીરાના નાથ દેખીને ઊભરાયાં હરિ આવોને.
કોણ કોને મળવા આવ્યું એ રાખોને અધ્યાહાર,
અંશ અંશીને પામીને નેત્રો ફરકાયાં હરિ આવોને.
ટળી સઘળી ફરિયાદને દર્શનાતુર નૈન તૃપ્ત થયાં
હવે એના ચક્ષુમાં અંશ પ્રતિબિંબાયા હરિ આવોને.
પરમ પણ થયા પુલકિત સામે માનવ જ્યાં જોઈને,
"માગ માગ" ના વરદાન રખે ભૂલાયા હરિ આવોને.
