હૃદિત
હૃદિત
1 min
251
એમ જ સાવ અચાનક
બદલાઈ ગઈ લાગણી,
તારું આગમન
હૈયે હરખ ને
મનમાં તો જાણે પાંચમનો મેળો,
તારું આ દુનિયામાં
પહેલું રુદન તેમ છતાં આનંદ,
છે ને કેવો વિરોધાભાસ,
તું નીરખે, તું હસે
ને જાણે મારી દુનિયા હસે,
સતત તને જોયા કરું,
એમ જ નિહાળ્યા કરું,
ને પછી ચૂમીઓ લીધા કરું,
અને તું છે કે સૂતાં સૂતાં પણ
આ બધો વ્હાલ માણ્યા કરે,
મલક્યા કરે,
તારા આવવાથી તો જાણે
મોજ જ મોજ થઈ ગઈ,
વધુ વાર ક્યાંય જવાનું મન જ ના થાય,
અને જાઉં તો આવી ને પહેલાં હસતો ચહેરો તારો નિહાળું,
ને આમ પળમાં થાક ચાલ્યો જાય,
રમાડું, વ્હાલ કરું,
પણ બસ તને જ નીરખ્યા કરું,
એટલે જ તો તું છે હૃદિત
મારું હા મારું હૃદય...
એકદમ ચોખ્ખું ચણાક !