હોંશિયાર માનું છું
હોંશિયાર માનું છું

1 min

388
હું મારી જાતને હોશિંયાર માનું છું,
ખૂદ પોતાને પરવરદિગાર માનું છું.
છો ને કરતા બધા ટીકા, ટીપ્પણી,
હું ખુદ પોતાને સમજદાર માનું છું.
ચોરા પર નવરી બજારજ બેસે છે,
હું તે બધાને ગામનો ઉતાર માનું છું.
આપણે આપણા મુલ્કમાંજ સારા,
હું વતનના માનવીને ભડવીર માનું છું.
જીવ્હાથી સરસ્વતીની સ્તુતિ કરું છું,
મનથી પરમાત્માને તારણહાર માનું છું.