હોડી
હોડી
1 min
199
છગન મગન ને ચુન્નું મુન્નુ આવો સરસ વાત બતાવું,
છાના માના ઘરમાં જઈને દાદાનું તો પેપર લાવું,
આમ વાળી તેમ વાળી નાની મોટી હોડી બનાવું,
ચુન્નું પાણી લઈ આવે ને હોડી એમાં હું તરાવું,
સરરર કરતી હોડી દોડે પાછળથી હું ધક્કો મારું,
માછલી દેડકો ને બતક જેવા નિત નવા રમકડાં લાવું,
હોડી આગળ દોડતી જાય ને પાછળ માછલી હું ભગાડું,
આનંદ કિલ્લોલ કરતાં કરતાં મોજ-મસ્તી તમને કરાવું.
