હનુમાન તમે.
હનુમાન તમે.
1 min
14K
રામસંગ સદૈવ રહેનાર હનુમાન તમે,
રામકાજે અવતરનાર હનુમાન તમે.
અરણ્યે સીતાવિયોગે વ્યથિત રામને,
મૈત્રી સુગ્રીવની કરાવનાર હનુમાન તમે.
વચનબદ્ધ રાઘવ વાલી સંહાર કાજે,
સીતાશોધે સેના મોકલનાર હનુમાન તમે.
સાગર ઓળંગી મુદ્રીકા સીતાને દઈ,
સંદેશ પ્રભુનો સંભળાવનાર હનુમાન તમે.
ઉગાર્યા રામલખન અહિરાવણ પાતાળે,
રુપ દેવીનું ત્યાં ધરનાર હનુમાન તમે.
ઉપકાર તમારા અગણિત રામ સ્વીકારે,
ૠણી રઘુનંદનને રાખનાર હનુમાન તમે.
