હળવો કરતી હૈયાભાર પ્રાર્થના
હળવો કરતી હૈયાભાર પ્રાર્થના
1 min
13K
હળવો કરતી હૈયાભાર પ્રાર્થના આતમનો ઉદગાર,
જેમાં લાધે જીવન સાર પ્રાર્થના આતમનો ઉદગાર.
ના આવે દુઃખનો વિચાર જાણે ભૂલાઈ જાય સંસાર,
બની જાય જીવન આધાર પ્રાર્થના આતમનો ઉદગાર.
સન્મુખ ઇષ્ટના દીદાર નયનથી વરસતી અશ્રુધાર,
રીઝે કૃપાળુ તારણહાર પ્રાર્થના આતમનો ઉદગાર.
ના રહે કલેશ લગાર ટળી જાય વિષયને વિકાર,
ભૂલો માફ થાય હજાર પ્રાર્થના આતમનો ઉદગાર.
ખુદ ઇશ બને લાચાર છોડીને આવે કામ અપાર,
નિજજન દેખી દ્રવનાર પ્રાર્થના આતમનો ઉદગાર.
