Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Others

3  

Hiten Patel

Others

હિન્દુસ્તાન - 2

હિન્દુસ્તાન - 2

1 min
233


ભૃગુ, અત્રિ, દધીચિની તપોભૂમિ, 

કૃષ્ણ ગીતાનાં શબ્દ અમી;

ચેતકના શૂરવીર અસવાર:

લક્ષ્મીની ચપળ તલવાર. 


રણવીરોની હાક પૂરતો 

ઘૂઘવે ગિરિ વનરાજ;

યુગ દ્રષ્ટા રઘુકુલ રામના 

વચન પળાય દિન આજ:

સંત, શૂરા, સતિની ધન્ય ધરા 

વિશ્વવ્યાપી પાવન પુણ્ય ધરા. 


સૌમ્ય ! સનાતન ! હિન્દુસ્તાન !

આપણ અનહદ પ્યારો પ્રાણ !

જગની અજાયબ તાજમહાલ, 

સ્થળે સ્થળે બેનમૂન શિલ્પકાલ;

સ્થાપત્યોનું નગર પુરાણું:

ભવ્યાતિભવ્ય અજોડ જાણું. 


શંખનાદ અનંત ગૂંજતો 

સકલ વિશ્વમાં પરમ;

કાશી, મથુરા, ઉજ્જૈન તીર્થો 

દ્વારિકા, સોમનાથ, રામેશ્વરમ:

મંદિરે મંદિરે ધજા ફરકતી 

જગતનો સાચ ધર્મ સૂચવતી. 


સૌમ્ય ! સનાતન ! હિન્દુસ્તાન !

આપણ અનહદ પ્યારો પ્રાણ !

રમ્યાતીરમ્ય ભારત શિરે, 

સોહંતુ અહો ! સ્વર્ગ ધરા પરે;

જ્યહીં પહોંચતાં કિરણ પુંજ:

ત્યહીં નવપલ્લવિત ખીલી કુંજ. 


લીલા કંચનમોલથી 

લહેરાતા ખેતર ચોક;

ભાંગડા, કથ્થક, કુચીપુડી 

નૃત્યથી ખ્યાત લોક:

સૌમ્ય ! સનાતન ! હિન્દુસ્તાન !

આપણ અનહદ પ્યારો પ્રાણ !

ક્રમશઃ


Rate this content
Log in