હિન્દનું સંતાન હું
હિન્દનું સંતાન હું
1 min
30
હિન્દનું સંતાન હું,
સચ્ચાઈ જો બોલે,
જુમ્મે આસમાન,
ધરતી ડોલે,
માણસજાત ને કોઈ,
જો હિન્દુ-મુસ્લિમ તોલે,
માં ધરતીનું ધાવણ બોલે,
ખૂન હિન્દનું એકતામાં જોડે,
ઊભો કરે, વર્ગ અમીર-ગરીબનો,
ધરતીપુત્ર સાવજ જેમ ગરજે,
રક્ત વહે, ઈન્સાનિયતનું,
જાત અનેક, હિન્દપરિવાર એક,
નહીં, અહીં કોઈ ધર્મનું બંધન,
નહીં કોઈ ઊંચ - નીચ જાત,
વહે રક્ત એક, સંતાન અનેક,
બોલે સૌ, હિન્દનું સંતાન હું,
નારો એક: જય જવાન, જય કિસાન,
✍️ જાની.જયા.તળાજા."જીયા"
