હીરો
હીરો
1 min
177
ખોટા તો બનીને બેઠેલા છે,
સાચાને કોણે તો દીઠેલા છે ?
આ કોઈ ભૂલભૂલામણી છે ?
કે પછી રમત કોઈ રમાણી છે ?
પણ આજની આ કહાણી છે,
દેખાવથી આંખો અંજાણી છે,
ખોટા ને સાચું માનો એ ભૂલ છે,
સાચાને ન ગણો તો મહાભૂલ છે,
સાચા હીરો સામે નહીં આવશે,
ચૂપ ચાપ રહી ફરજ બજાવશે,
નામ ને કામ જેમના ન્યારા છે,
સ્થાન અડગ જેમ ધ્રુવ તારા છે.