STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

હે હરિવર

હે હરિવર

1 min
27.8K


ડગલે પગલે થતો તારી હાજરીનો અહેસાસ, 

હરિવર મારા ચરણનો તારા કાજે થતો પ્રવાસ. 

તારું સ્મરણ રહેતું મારે સદૈવ શ્વાસોશ્વાસ, 

ને તારી કૃપા જાણે વરસીને વિરમે અનાયાસ. 

છોને જગત પ્રપંચી માટે બની જાઉં ઉપહાસ, 

તારા સાન્નિધ્યને સામીપ્યમાં મારો રહે આવાસ.

ના ઝાઝું લખવું હરિ મારે મેળવી અંત્યાનુપ્રાસ,

બસ જળ સ્થળ કે ગગને તારો મને આભાસ.

દિનચર્યા મારી દયાનિધિ દરરોજ તુજ અભ્યાસ,

ના રહે તું વૈંકુઠવાસી મારે તું આસપાસ ચોપાસ.


Rate this content
Log in