હે હરિ...!
હે હરિ...!
1 min
26.4K
દર્શન તારાં મુજને થાય નયન ઉઘડે ત્યાં.
તારી કરુણા સમજાય નયન ઉઘડે ત્યાં.
ન હોય લાયકાતને તું ક્વચિત્ ના મળે,
તારાં કૃપાપાત્ર નજરાય નયન ઉઘડે ત્યાં.
લૌકિક જગતથી થાકી નિદ્રાધીન થવાતું,
સ્તવનો તારાં સંભળાય નયન ઉઘડે ત્યાં.
રહ્યો આજદિન અંધ માયા પ્રભાવ થકી,
હાજરી તારી વરતાય નયન ઉઘડે ત્યાં.
ના રહે સમસ્યા દુન્વયી તારા પ્રતાપ થકી,
માત્ર તારી કૃપા દેખાય નયન ઉઘડે ત્યાં.
