STORYMIRROR

jignasa joshi

Others

4  

jignasa joshi

Others

હે ગજાનન

હે ગજાનન

1 min
185

હે ગણપતિ ગજાનંદ, સુખ કર્તા દુ:ખ હર્તા,

છો લંબોદર વિનાયક, તમે વિઘ્નહર્તા,


શંકરજીનાં લાડલા ને ઉમિયાના છો વ્હાલા,

રિદ્ધિ-સિદ્ધિના સ્વામી ને કાર્તિકેયનાં ભ્રાતા,


આવી બિરાજો આંગણે, જગના પાલનહાર,

“શુક” તમને વિનવે કરગરીને આજ,


હાથ જોડી કરું વિનંતી, બેસોને મહારાજ,

વાત મારી સાંભળો, જે કરવી છે ખાસ,


લાડુ મોદક બહુ ખાધાં, હવે કરો માફ,

ગરીબ બિચારાં રોટલે તરસે, નિહાળો છો આપ,


કોરોના મહામંદી ને હવે થશે દુષ્કાળ,

એક પછી એક હોનારત, શું આદર્યું છે હાલ,


હોય અમારી ભૂલો તો માંગીએ ક્ષમા આજ,

કરો રહેમ અમારા પર ને સઘળી સુધારો સાંજ,


નથી સહેવાતી વેદના સારી, થયા શું નારાજ ?

પાય પડી તમને વિનવીએ, ક્ષમા કરો મહારાજ,


નહીં સુધરે દુનિયા એ વાતને પણ ન્યાય,

થોડું-ઘણું સમજી લો ને, ન કરો હવે અન્યાય,


છોરુ કછોરુ થાય પણ, માવતર કમાવતર ન થાય,

સઘળી ભૂલો માફ કરીને, ઉગારો મહાકાય.


Rate this content
Log in