હૈયે આવ્યો ધરતીકંપ
હૈયે આવ્યો ધરતીકંપ
સ્વજનોના કડવા વેણથી
હદયની ધરા પર આવ્યો ધરતીકંપ
હદયની ધરા ધ્રુજવા લાગી
આંખોના દરિયે જાણે સુનામી આવી
સપનાઓ અને આશાઓનો આવ્યો અંત
ઠેરઠેર નિરાશા હતાશાનો કાટમાળ મળ્યો
હદયનું મકાન થયું ધ્વંશ
પ્રેમ ના તૂટેલા અવશેષો મળ્યા
ઘાયલ હદય ના ટુકડા મળ્યા
આંચકાની તીવ્રતા એ આંખનાં
આંસુ બતાવી આપતા હતા
ઈચ્છાઓનાં જવાળામુખી
ધરબાયેલા હૈયેથી બહાર આવ્યો
જીવનને વેરણ છેરણ કરી ગયો
હૈયે આવ્યો હતાશાનો ધરતીકંપ
સ્વજનોના કડવા વેણથી
હદયની ધરા પર આવ્યો ધરતીકંપ
