હારેહારે
હારેહારે
1 min
26.4K
આવ મેહુલા અવની પર વીજને ગાજ હારેહારે.
આવ મેહુલા અવની પર ખેડૂની લાજ હારેહારે.
થાકી ધરિત્રિ સહી સહી આતપ રવિકિરણો તણો,
આવ મેહુલા અવની પર ગાયોને કાજ હારેહારે.
સૂકાં ભઠ્ઠ સરવર દીસે સરિતા પણ જાય સૂકાતી,
આવ મેહુલા અવની પર વિલંબનું રાજ હારેહારે.
જળ વિના જગત લાગ્યું મૂંઝાવા બફારો ચારેકોર,
આવ મેહુલા અવની પર સજી લે સાજ હારેહારે.
કાળાં કાળાં અંબરમાં શીદને રહ્યો છો તું છૂપાઈ !
આવ મેહુલા અવની પર જમાવીને રાજ હારેહારે.
